સાંભળ સૈયર વાતડીરે, અલબેલાની એક.૧/૧૨

સજા શણગાર શોભતારે, એ ઢાળ.

સાંભળ સૈયર વાતડીરે, અલબેલાની એક.

ભજાવ્યો છે ભલી ભાતડીરે, ભૂધર ધરી ભેખ. ૧

માથે લટકે લટુરિયુંરે, આવી પડે ગાલ.

ભસ્મ ચોળી કરી ભુરીયુંરે, લોચન કીધાં લાલ. ર

ભલું બ્રાહ્મણીયું ભજાવવારે, જનોઇ પેરી જાણ.

મન રાધાનું રીઝાવવારે, સિદ્ધ થયા સુજાણ. ૩

મોટો માણીગર મુંજનોરે, બાંધો છે આડબંધ.

ગ્રહ્યો મતો જોગ ગુંઝનોરે, મૃગછાલા છે કંધ. ૪

ભુખ ભાણને સદનરે, જઇ બેઠા બળવાન.

નાથ નિષ્કુળાનંદનેરે, ધરૂં ત્યાં જઇ ધ્યાન. પ

મૂળ પદ

સાંભળ સૈયર વાતડીરે, અલબેલાની એક.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી