માતા વસુ અમે વનમાંરે, સમજું નહીં સગાઇ.૧૦/૧૨

માતા વસુ અમે વનમાંરે, સમજું નહીં સગાઇ.

જાણું નહીં જોબનમાંરે, કન્યાને પણ કાંઇ. ૧

નાર આવે છે નેસમાંરે, વાછરૂનો કાળ.

કાઢી મુકશે કોયે દેશમાંરે, ગાયુંના ગોવાળ. ર

રૂડા છે જો રખવાળીયાંરે, બીયોમાં લગાર.

ગાફલ નથી ગોવાળીયારે, નહીં આવે નાર. ૩

જશોદાયે એમજાણીયું રે, આતો છે અજાણ.

પણ બીજું ન પરમાંણિયુંરે, ધુતો ભ્રખુભાણ. ૪

વળતી બકી લીધી વદનેરે, આને કયે કેમ.

નાથ નિષ્કુળાનંદનારે, ઉતર આપ્યો એમ. પ

મૂળ પદ

સાંભળ સૈયર વાતડીરે, અલબેલાની એક.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી