સાંભળને સાહેલીરે મારી, વર્ણવી કહું એક વાતરે.૧/૬

ચાલ સખી જોવાનેરે જાયે એ ઢાળ.

સાંભળને સાહેલીરે મારી, વર્ણવી કહું એક વાતરે.

મનમોહન મંદિરયેરે મારે, આજ આવ્યા અધરાત્યેરે. ૧

આવીને એણે મુને જગાવી, ક્યું કમાડ ઉઘાડરે.

શું કરૂં હું શણગાર ઉતારી, સુતી'તી વાસી કમાડરે. ર

પછે ઉત્તર પર ઉત્તર આપી, સજવા લાગી શણગારરે.

ભૂલ્યા છો ભુવન ભોળા હૈયાના, જાઓ કર્યો જ્યાં કરારરે. ૩

એણે ક્યું નથી ભૂલ્યો ભામની, આવ્યો રમવા તું સાથરે.

જાણતી કેમ નથી જુવતી હું, નિષ્કુળાનંદનો નાથરે. ૪

મૂળ પદ

સાંભળને સાહેલીરે મારી, વર્ણવી કહું એક વાતરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી