મેં ક્યું મોરલી વાયે વાદીડા, ઝાલે ભોયંગ ભર્યા ઝેરેરે.૩/૬

મેં ક્યું મોરલી વાયે વાદીડા, ઝાલે ભોયંગ ભર્યા ઝેરેરે.

દિવસે આવે સર્પ દેખાવે, રાત્યે નાવે કેને ઘેરેરે. ૧

એણે ક્યું હું ગીરવર ધારી, ધર્યો મેં ગોવરધનરે.

વૃજ્યમાં સહુ વાત જાણે છે, નરનારી જે જનરે. ર

મેં ક્યું ગીરી ધર્યો હનુમાને, કર્યા રામજીનાં કાજરે.

સદા રહે સિયારામજી સંગે, ઇયાં ન આવે એ આજરે. ૩

એણે ક્યું હું શંખ જ ધારી, સુંદર શંખ છે હાથરે.

શબ્દ સુંણાવી આનંદ આપું છું, નિષ્કુળાનંદનો નાથરે. ૪

મૂળ પદ

સાંભળને સાહેલીરે મારી, વર્ણવી કહું એક વાતરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી