તારે માથડે આવ્યું મોત, જોત જાંખી જોને થાય છે રે, ૩/૪

તારે માથડે આવ્યું મોત, જોત જાંખી જોને થાય છે રે,

તારૂં પલટી ગયું પોત, જરા આવી જોબન જાય છેરે. ૧

તારા ડગવા લાગ્યા દાંત, કાળપ્ય ગઇ વળી કેશની રે,

તોયે બાળ થાવાની ખાંત્ય, વાત ન માને ઉપદેશનીરે. ર

તારે કાને પડી ધાક, નાક નથી વળી નકટારે,

હવે કેતલનો શિયો વાંક, સંત મળી કે'છે સામટારે. ૩

તારૂં થરથર ધૂજે સ્થુલ, કુળ માંયે થયો કડવોરે,

તુંને મીઠું મેલી મુલ, ભાંડી કે'છે સહુ ભડવોરે.૪

ખસી ડગળી થયો ડુલ, મુલ ન રયો કોડી કામનોરે,

કહે નિષ્કુળાનંદ કાં ભૂલ્ય, લેને આશરો શ્રીરામનોરે. પ

મૂળ પદ

તુંને સાંભળ આપું શિખ, એક મોટા મારી માન્‍યનેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી