દલ મારૂં લોભયું રે ડોલરીયો દેખતાં રે, ૩/૪

દલ મારૂં લોભયું રે ડોલરીયો દેખતાં રે, રૂપ જોઇ લોભાણાં લોચન,

શ્રવણે સાંભળતાં રે વાલીડાની વાતડી રે,

તેણે મારૂં મોઇ રયું છે મન. દલ. ૧

ચિતડામાં ચોટી રે મૂરતિ મહારાજની રે,

અંતરમાં અતિ વાલા અલબેલ,

રૂદિયામાં રયો રે રંગભીનો રાજવી રે,

છોગલાં વાળો છબીલો છેલ. દ. ર

હાલતાં ચાલતાં રે સુતાં બેઠાં જાગતાં રે, હરતાં ફરતાં કરતાં કામ,

જગનો જીવન રે જડયા મારા જીવસું રે,

સુખદાઇ સુંદરવર બાઇ શામ. દ. ૩

અળગા ન થાય રે પાયે રસ પ્રેમનો રે, પુરે મારા હૈડા કેરી હામ,

અણ તેડયો આવે રે ભાવે મારે ભિંતરે રે,

નિષ્કુળાનંદ તણો બાઇ શામ. દ. ૪

મૂળ પદ

આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે

મળતા રાગ

ગરબી ઢાળ : રૂડી ને રંગીલી રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી