સખીરે ધન્ય ધન્ય બદ્રીધામ, નિવાસ નરવીરનું રે લોલ, ૧/૮

રાગ ગરબી

વંદુ સદજાનંદ રસ રૂપ, એ ઢાળ

સખીરે ધન્ય ધન્ય બદ્રીધામ, નિવાસ નરવીરનું રે લોલ,

જીયાં ક્રોધ ન વ્યાપે કામ, ધામ મુનિ ધીરનું રે લોલ. ૧

જીયાં કેસરી કુંજર બાળ કે, ભાવે ભેળાં રમે રે લોલ,

વળી મંઝારી મુષક વ્યાલકે, કોયે કેને નવ્ય દમે રે લોલ. ર

વસે વનમાં વાંદર રીંછ, કોરંગ કઇ ચિતરા રે લોલ,

સિંઘ શિયાળ શંશા ને ભિંછ, જાણે નહીં વેર જરા રે લોલ.૩

તેમ જ પંખી માંયે પ્રીત, ચિતમાં ચોરી નહીં રે લોલ,

એવી એ આશ્રમની રીત કે, સાચું માનજે સહી રે લોલ. ૪

જીયાં વસે છે વિશ્વ આધારકે, નરનારાયણ રે લોલ,

તીયાં વિષે ન વ્યાપે વિકાર, તે તપ પરાયણ રે લોલ. પ

કરે છે તપ સખાને સાથ, આપણે પુન્ય આપવા રે લોલ,

તે તો નિષ્કુળાનંદનો નાથ, ઇચ્છે દુઃખ કાપવા રે લોલ. ૬

મૂળ પદ

સખીરે ધન્ય ધન્ય બદ્રીધામ, નિવાસ નરવીરનું રે લોલ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી