લેતાં નરનારાયણ નામકે, કામ કુબુદ્ધિ ટળે રે લોલ, ૩/૮

લેતાં નરનારાયણ નામકે, કામ કુબુદ્ધિ ટળે રે લોલ,

પામે ક્રોધ ને લોભ વિરામ કે, દુરમત્ય દુર પળે રે લોલ. ૧

જાયે અંતરમાંયેથી અનંગ, અંગ રંગે નવ રચે રે લોલ,

તુચ્છ જે નરનારી મુખ સંગ, વિષયને નવ વંચે રે લોલ. ર

ઇચ્છે તન મન કરવા તાગ, સંસારના સુખને રે લોલ,

ઉપજે અંતર વ્રેહ વૈરાગ, હરણ ભવ દુઃખને રે લોલ. ૩

એવો નામ તણો પરતાપકે, મહિમા મોટો ઘણોરે લોલ,

સમઝે પલાયે પંચ મહા પાપકે, તાપ જાયે તન તણો રે લોલ. ૪

જોને અજામેલે એક વારકે, જોયો ગુણ નામમાં રે લોલ,

કરતા પુત્ર ભાવે પોકાર કે, પોચાડો નિજ ધામમાં રે લોલ. પ

સર્વે સાર તણું એ છે સાર કે, નામ નરવીરનું રે લોલ,

કહે નિષ્કુળાનંદ નિરધાર, છોગું છે સઉ શિરનુંરે લોલ. ૬

મૂળ પદ

સખીરે ધન્ય ધન્ય બદ્રીધામ, નિવાસ નરવીરનું રે લોલ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી