સખી રે સુણ નારાયણને નેમ, ગમે છે ઘણુંરે ઘણુંરે લોલ, ૫/૮

સખી રે સુણ નારાયણને નેમ, ગમે છે ઘણુંરે ઘણુંરે લોલ,

સખી રે હવે આપણે કરવું એમ, ગમતું ગોવિંદ તણું રે લોલ. ૧

ધરથી ધરીયે ધીરજ મન, શ્રવણને સંભાળીયે રે લોલ,

હરિ જશ વિન્યા ન સુણીયે અન્ય, આંટી એવી વાળીયે રે લોલ. ર

નયણે નિરખી નારાયણ રૂપ, અંતરમાં ઉતારીયે રે લોલ,

વયણે સુંદર શામ સ્વરૂપ, પલ ન વિસારીયેરે લોલ. ૩

જોઇ જોઇ ધરીયે પાવ, નેમને નિહાળીયેરે લોલ,

સદા રાખીયે એવો સ્વભાવ, સુધર્મને પાળીયેરે લોલ. ૪

હરતાં ફરતાં કરતાં કામ, રયે રૂડી રીતશુંરે લોલ,

અંતર રટીયે સુંદર શામ કે, પૂરણ પ્રીતશુંરે લોલ. પ

ન ગમે નારાયણને જેહ કે, તેહ પરૂં પરહરી રે લોલ,

નિષ્કુળાનંદકે કરીયે તેહ કે, જેણે રીજે હરિ રે લોલ. ૬

મૂળ પદ

સખીરે ધન્ય ધન્ય બદ્રીધામ, નિવાસ નરવીરનું રે લોલ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી