ન ગમે નારાયણને માન કે, અહંકાર ને ઇરશા રે લોલ.૬/૮

ન ગમે નારાયણને માન કે, અહંકાર ને ઇરશા રે લોલ.

ગોવિંદ ગંજવા ગરબ ગુમાન કે, રહે છે કમર કસા રે લોલ. ૧

કાઢવા કામ કરોધનું સૂડ કે, આદર છે અતિ ઘણો રે લોલ.

હરિને ન ગમે કપટ કુડ કે, ડમર વળી દંભ તણો રે લોલ. ર

પાખંડ પરપંચ ને પરદ્રોહ કે, નંદ્યા પણ નવ્ય ગમેરે લોલ.

પરહરો લોલતા લોભ ને મોહ કે, તો હરિ રુદે રમે રે લોલ.૩

જરાયે ન ગમે જુલમ જોર કે, જુઠ પર રુઠ છે રે લોલ.

હલકાઇ હાંસી હરામીની કોર કે, હરિની પુંઠ છે રે લોલ. ૪

દયાહિણ દગાળુ દલ કે, ન ગમે નાથનેરે લોલ.

તન અભિમાન રાખતાં તલ કે, ખોટ્ય સહુ સાથને રે લોલ. પ

કરીયે આપણે સર્વે આજ કે, ગમતું ગોવિંદ તણુંરે લોલ.

એમાં નિષ્કુળાનંદનો રાજ, રાજી છે અતિ ઘણું રે લોલ. ૬

મૂળ પદ

સખીરે ધન્ય ધન્ય બદ્રીધામ, નિવાસ નરવીરનું રે લોલ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી