હરિને ભજવાની એ રીત કે, ખપ જોયે ખરો રે લોલ.૮/૮

હરિને ભજવાની એ રીત કે, ખપ જોયે ખરો રે લોલ.

જેને હોયે પરાણે પ્રીત, તે પર્ય શિયો આગરોરે લોલ. ૧

જેની કરવી જોયે જતન કે, સંકોચાયે શિખમાં રે લોલ.

તેને સાચું કેતાં વચન કે, મન રહે બીકમાં રે લોલ. ર

જોને ખપવાળાની રીત કે, પ્રથમ પ્રહલાદની રે લોલ

પામ્યો દુઃખ ન મેલ્યા મિત કે, એ રીત આદની રે લોલ. ૩

ધ્રુવ અંબરીષ માની આનંદ કે, ડગ્યા નહિ દુઃખમાં રે લોલ.

મીરાં મોરઘ્વજ હરિચંદ્ર કે, દુઃખે રહ્યા સુખમાં રે લોલ. ૪

એવી છે સંતની રીત સદાય કે, હારિને નવ હટે રે લોલ.

જેમ સુરા પરઠે પાયે, મારે કે મરી મટે રે લોલ. પ

એવા જન જગતમાં જેહ કે, ખપવાળા ખરા રે લોલ.

નિષ્કુળાનંદ કે ધન્ય ધન્ય તેહ કે, દેહ દ્રપ નહીં જરા રે લોલ. ૬

મૂળ પદ

સખીરે ધન્ય ધન્ય બદ્રીધામ, નિવાસ નરવીરનું રે લોલ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી