વાલા તારૂં મુખડું મને વાલુંરે, જોઇ વદન મગન મન માલું૧/૪

વાલા મારી શુદ્ધ બુધ તેં હરિ લીધી રે ... એ ઢાળ.

વાલા તારૂં મુખડું મને વાલુંરે, જોઇ વદન મગન મન માલું વાલા.

ભાવે ભાળતાં ભ્રકુટિ ભંગ રે, મુને આવે છે ઉછરંગ રે.

વળી આનંદ પામું છું અંગ, વાલા. ૧

નયણે નાસિકા જોઇ મેં નિરખી રે, શોભે દિપક શિખા સરખી રે.

જોઇ જોઇ હૈયા માંયે હરખી. ર

અતિ અધુરે અમૃત વાણીરે, હું તો સાંભળતામાં લોભાણીરે.

તેણે પ્રીત તમસું બંધાણી ૩

દિશે દાંત દાડમની કળીરે, ઘણું શોભે છે સારી આવલિરે.

કહે નિષ્કુળાનંદ શું વળી. ૪

મૂળ પદ

વાલા તારૂં મુખડું મને વાલુંરે, જોઇ વદન મગન મન માલું

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી