વાલા તારી આંખડી અણિયાળી રે૨/૪

વાલા તારી આંખડી અણિયાળી રે,

નિત્ય મગન રહું છું નિહાળી. વાલા.

જેવી રાતા કમળની પાંખડી રે, એવી શોભે છે સારી આંખડી રે.

જોઇ આવે આનંદ તે ઘડી વા. ૧

અતિ રસે ભરેલ છે રૂડી રે, હું તો જોઉ છું નયણે જોડીરે.

આ જુઠા જગતશું તોડી વા. ૨

ઘણે ભાવે ભરીને ભાળો છો રે, વળી રંગની રેલ્ય વાળો છો રે.

તેણે તનડાના તાપ ટાળો છો.વા. ૩

ભરી અમૃત્યે આંખ તમારી રે, અતિ શોભે છે સુંદર સારી રે.

જોઇ નિષ્કુળાનંદ બલ્યહારી .વા. ૪

મૂળ પદ

વાલા તારૂં મુખડું મને વાલુંરે, જોઇ વદન મગન મન માલું

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી