વાલા તારી બોલની બહુ મીઠી રે, કરો વાત સાંભળું હું બેઠી રે૩/૪

વાલા તારી બોલની બહુ મીઠી રે, કરો વાત સાંભળું હું બેઠી રે.વા.

તારી વાતે વસ્ય મુને કીધીરે, મારા દલમાં ઉતારી તે દીધીરે.

વણ દામે વેચાતી જો લીધી.વા. ૧

મેં તો જે દિ'થી સાંભળી વાતું રે, મન બીજે નથી લોભાતું રે.

રે'છે તમારાં રંગમાં રાતું .વા. ર

વાત કરો છો કોએક રીતે રે, ચટ ચોટી જાયેછે ચિત્તે રે.

પછે પ્રાણ બંધાય છે પ્રિતે.વા. ૩

તારી વાતમાં હું લલચાણી રે, સુણી મીઠી મુખડાની વાણી રે.

કહે નિષ્કુળાનંદ શું વખાણી.વા. ૪

મૂળ પદ

વાલા તારૂં મુખડું મને વાલુંરે, જોઇ વદન મગન મન માલું

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી