હાંરે લટકાળા હો લાલ, લટકાં તમારાં જોઇને ચિત્ત ચોરાણું રે, ૨/૪

સુણ સાહેલી સદજાનંદ સંગાથે. એ ઢાળ.

પદ-ર- ૪૯૩
હાંરે લટકાળા હો લાલ,
લટકાં તમારાં જોઈને ચિત્ત ચોરાણું રે,
મન ગમતા માવ,
મૂર્તિ તમારી માયે મન લોભાણું રે.લ.ટેક
મન અવર ધંધે નથી ધાતું રે,
ચિત્ત નિત્ય રહે છે મૂર્તિ ચાતું રે,
વળી ગમતી નથી બીજી વાતું રે.  લ. ૧
ખાંતા પીતાં ખરા ખૂત્યા રુદિયેરે,
હવે શિર સાટે ન મેલું કેદિયે રે,
તેની વાત શિદ વધતી વદિયે રે.   લ.૨
મારે અંતરે ગાંઠ પડી એવી રે,
વળી વજરના લીટા જેવીરે,
કેની ટાળી ન ટળે છે તેવીરે.        લ.૩
મુને તમે મળ્યા મહા સુખ પામીરે,
મારે રઈ નહી કોયે વાતે ખામીરે,
વાલા નિષ્કુળાનંદ તણા સ્વામીરે. લ.૪
 

મૂળ પદ

મારા મનમાં વસી, મોહનજી મર્માળી મુર્ત્ય તારી રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી