તારે મારે પ્રીત નડી, પડી પટોડે ભાત પ્યારા.૩/૪

તારે મારે પ્રીત નડી, પડી પટોડે ભાત પ્યારા.
તે કેમ ટળશે ટાળ્યે, નથી મુખની વાત પ્યારા. ૧
અંતરમાં અચાનક આવી, પડી આંટી એમ પ્યારા.
ત્રીકમ આ તન જાતાં, તમને તજું કેમ પ્યારા. ર
જગજીવન જડ્યા જીવલડે, જો રેખા કરમાયે પ્યારા.
અનેક ઉપાયે કરી, નોખી નવ થાયે પ્યારા.૩
શામળિયા સનેહી મારા, સુખનું છો ધામ પ્યારા.
તન જાતાં તજું નહીં તમને, નિષ્કુળાનંદના શામ પ્યારા. ૪

મૂળ પદ

આવોને અલબેલા વાલા , ગિરધર મારે ઘેર વાલા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી