શું કરશે સંસારી કૈને, કૈનું ન ધરું કાન માવા.૪/૪

શું કરશે સંસારી કૈને, કૈનું ન ધરું કાન માવા.
છો દુરિજન દાઝી મરતાં, નહીં તજું નેદાન માવા. ૧
કુબુદ્ધિ કલંકે ભરીયાં, બોલે જેમ તેમ માવા.
પાપી જનની વાણી સુણી, તમને તજું કેમ માવા.ર
મુરખ જનના મુખની વાતે, કેમ મુકું મહા ધન માવા.
મળી ચિંતામણિ મુને, તમે જુગજીવન માવા. ૩
નિર્ધનિયાંને ધન મલ્યું, તે કેમ કરે તાજ માવા.
ખરી વેળાનો ખજીનો, નિષ્કુળાનંદના રાજ માવા. ૪

મૂળ પદ

આવોને અલબેલા વાલા , ગિરધર મારે ઘેર વાલા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી