સખી કારતક માસે કંત, પીયુ ગયા પરહરી, ૧/૧૨

સખી કારતક માસે કંત, પીયુ ગયા પરહરી,
સખી ઉપનું દુઃખ અત્યંત, કંગાલ મુને કરી.૧
સખી પીયુ ગયા પરદેશ, સંદેશો ન મેલીયો.
સખી હૈડે દુઃખનો હમેશ, રિણાવર રેલીયો. ર
સખી નયણેવહે છે નીર, ઉદાસી અંતરે,
સખી શ્યામ વિના શરીર, પડયું પરતંતરે.૩
સખી હવે સલૂણા સાથ, ભાવે ક્યારે ભેટશું,
સખી નિષ્કુળાનંદનો નાથ, મળ્યે દુઃખ મેટશું. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, પીયુ ગયા પરહરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી