સખી માહા માસે મહા દુઃખ, ઉપનું અંગમાં, ૪/૧૨

સખી માહા માસે મહા દુઃખ, ઉપનું અંગમાં,
સખી શામશું લેતા સુખ, રમતાં જે રંગમાં. ૧
સખી સંભારતાં એ સુખ, ફાટે મારી છાતડી,
સખી ક્યારે બેસી સનમુખ, કરશું વાતડી.ર
સખી આણિ આંખે અલબેલ, જોસું જો જીવનને,
સખી છોગલાં વાળો છેલ, મલ્યે સુખ મનને. ૩
સખી મળશું ભરી જ્યારે બાથ, શોક તો મેટશું,
સખી નિષ્કુળાનંદનો નાથ, મલે દુઃખ મેટશું. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, પીયુ ગયા પરહરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી