સખી વૈશાખ માસે વાટ, જોઇને ઝાંખી થઇ, ૭/૧૨

સખી વૈશાખ માસે વાટ, જોઇને ઝાંખી થઇ,
સખી અલબેલા વિન્યા ઉચાટ, ઘાટ સમે નહી. ૧
સખી ચાલે પ્રચંડ પવન, ઉદાસી આપવા,
સખી વાલા વિયોગના દન, કઠણ થયા કાપવા. ર
સખી આવ્યા ઉનાળાના દન, લાગી લૂ ઝરવા,
સખી વાલા વિન્યા તપ્યું તન, ઠામ નહીં ઠરવા. ૩
સખી આરે વેળા અમ સાથ, મોહન મન ભાવીયા,
સખી નિષ્કુળાનંદનો નાથ, હજી કેમ નાવિયા. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, પીયુ ગયા પરહરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી