સખી જેઠ માસે જો જરુર, ન મળું હું નાથશું, ૮/૧૨

સખી જેઠ માસે જો જરુર, ન મળું હું નાથશું,
સખી એમ ઉપજે છે ઉર, મરું મારા હાથશું. ૧
સખી ચડી ઉપલે આવાસ, પંડ મેલું પડતું,
સખી પ્રાણ જાયે પીયુ પાસ, દેહ રહે નડતું. ર
સખી એમ આવે અતિ રોસ, કહો કેમ કરીએ,
પણ વાલા ઉપર દઇ દોષ, એમ કેમ મરીયે. ૩
સખી અમને કરી અનાથ, સાથ કેને રયા,
સખી નિષ્કુળાનંદનો નાથ, હજી કેમ નાવિયા. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, પીયુ ગયા પરહરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી