ભાદરવે ભાગી પડયોરે, સર્વ સુખનો સમાજ રાજ.૪/૧૨

ભાદરવે ભાગી પડયોરે, સર્વ સુખનો સમાજ રાજ.
સાલે ઘણું શરીરમાંરે. ટેક.
પ્રિતે કરી પ્રીતમજીરે, આવી કરતાં ઘરનાં કાજ રાજ. સા. ૧
નોતી ચિંતા મારા નાથજીરે, અમને અમારી લગાર રાજ. સા.
પળે પળે અમને પાળીયાંરે, સર્વે સમે કીધી સાર રાજ. સા. ર
જે જે કર્યું હેત અમનેરે, તેતો કોયેથી ન થાયે રાજ. સા.
સુખ આપ્યાં તે સંભારતાંરે, પાપી પ્રાણ તે ન જાયે રાજ. સા. ૩
પાઇ અમૃત ઉછેરીયાંરે, વળતાં આપ્યાં વિખ ખારાં રાજ. સા.
નાથ નિષ્કુળાનંદનારે, આજ નાખ્યાં જો નોધારાં રાજ. સાલે.૪

મૂળ પદ

જેઠે માસે જાવું નોતુંરે, ઓચિંતાનું અલબેલ રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી