માહા માસે મગન થઇરે, માગું મરવાનું મુખે રાજ.૯/૧૨

માહા માસે મગન થઇરે, માગું મરવાનું મુખે રાજ.
જાતો નથી કેમ જીવડોરે. ટેક.
જે જે જીવસું આ જગમાંરે, તે તે દન જાશે દુઃખે રાજ. જા. ૧
જોઇ ફૂલવાડી ફળીયુંરે, દિઠા નહિ દયાલ રાજ.જા.
ઓટા ઓસરી ખાલી પડયાંરે, દેખી ઉઠી અંગે ઝાળ રાજ. જા.ર
સુનિ દીઠી સભા સંતનીરે, વચ્ચે બેસી કરતા વાતું રાજ. જા.
ઝાંખી પડી મુનિમંડળીરે, નથી તમ વિના રેવાતું રાજ. જા.૩
ઝેર કરી ગયા જીવવુંરે, હરિ પુરિ નહિ હામ રાજ. જા.
નાથ નિષ્કુળાનંદનારે, ઘણી થઇ ઘનશ્યામ રાજ. જા.૪

મૂળ પદ

જેઠે માસે જાવું નોતુંરે, ઓચિંતાનું અલબેલ રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી