વાલા શ્રાવણે સાલે છે સુખડું રે, મુને મોઘું થયું મહા મુખડું રે ૩/૧૨

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધું;
	પહેલા પીયુષ પાઈ, વ્હાલમજી વાંસેથી વિખડું કેમ દીધું...ટેક.
વાલા શ્રાવણે સાલે છે સુખડું રે, મુને મોઘું થયું મહા મુખડું રે;
			આવું દેવું નોતું અમને દુ:ખડું રે...મારા૦ ૧
ના’તા નાથ જઈ નદીએ નીરે રે, શ્યામ સુંદર શોભતા શરીરે રે;
			કરતા દર્શન અમે બેસી તીરે રે...મારા૦ ૨
જળ ઉછાળતા સખા સાથે રે, નીર નાંખતા એક એક માથે રે;
			ના’તા જળમાં ઝાલી લેતા હાથે રે...મારા૦ ૩
સાલે અેંધાણ એ ફરી ફરીયે રે, વાલા વિજોગે વિલખી મરીયે રે;
			નાથ નિષ્કુળાનંદના આવું નવ કરીયે રે...મારા૦ ૪
 

મૂળ પદ

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધુ

મળતા રાગ

ઢાળ : સુણો ચતુર સુજાણ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી