વાલા પોષ માસે પંડય પરજળીયુંરે, ૮/૧૨

વાલા પોષ માસે પંડય પરજળીયુંરે,
મારું ચિતવતાં ચિતડું ચળીયુંરે.
જોજો પાપ પુરવનું આવી મળીયુંરે.મા. ૧
કરતાં શાક સુંદર તે સાંભરીયારે, ઘણું હવેજ ઘીયે ભરીયારે.
જમી જમાડયા જાયે નહિ વિસરીયાંરે.મા. ર
શીત ઋતુ માંઇ સુંદર આપેરે, તમે તાપતા સુખડ તાપેરે.
એહ સમો સંભારતાં કાળજ કાપેરે.મા. ૩
એવું સંભારતાં સુખડું વટેરે, અંગોઅંગમાંઇ દુઃખ ઉલટેરે.
નાથ નિષ્કુળાનંદના આવું નવ ઘટેરે. ૪

મૂળ પદ

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધુ

મળતા રાગ

ઢાળ : સુણો ચતુર સુજાણ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી