સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.૧/૧૩

વાલા રમઝમ કરતાં કાન મારે ઘેર.એ ઢાળ.
સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.
સખી ત્રિકમે બાંધિયો તંત, નાથ ન આવ્યારે. ૧
સખી પિયૂ તણા પરિયાણ, હું નવ્ય લેતીરે,
સખી જાણું તો જીવન પ્રાણ, જાવા નવ દેતીરે. ર
સખી વાલા તણો વિસવાસ, હતો હૈયેરે.
સખી નાથે કર્યાં જો નિરાસ, કો કેને કહિયેરે. ૩
સખી ઓચિંતા અમારે સાથ, કપટ કીધાંરે.
સખી નિષ્કુળાનંદને નાથ, સાથ ન લીધાંરે. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી