સખી પોષ માસે પરદેશ, ગિરિધર ગિયારે, ૩/૧૩

સખી પોષ માસે પરદેશ, ગિરિધર ગિયારે, સખી મનમાં ન લાવીયા લેસ, દિનની દયારે. ૧ સખી વાલા તણો જે વિયોગ, સબળ સંતાપેરે, સખી અંતરે અનંગ ઓગ, દુઃખડાં આપેરે. ર સખી કેમ કરી જંપાવુ ઝાળ, તાપ જે તનનોરે, સખી તેડિ લાવો તતકાળ, માનેલ મનનોરે. ૩ સખી આરે વેલાયે હરિ હાથ, કો કેને દીધારે, સખી નિષ્‍કુળાનંદને નાથ, સાથ ન લીધારે. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી