સખી મહા મહિને મહારાજ, મુખ વિસરીયાંરે, ૪/૧૩

સખી મહા મહિને મહારાજ, મુખ વિસરીયાંરે,
જાણું અંબર ત્રુટો આજ, નયણે જળ ભરીયાંરે.૧
સખી લઇ ગયા પ્રાણ સમેત, મન હરિ મારુરે,
સખી હસિ જે બોલતા હેત, સાલે છે સારુરે.ર
સખી ખાલી ખોખાની જો રીત, વિત વિન્યા ફરીયેરે,
સખી ચોરીને લઇ ગયા ચિત, કો કેમ કરીયેરે. ૩
સખી પ્રાણ સુંદરવર સાથ, કુરબાણ કીધારે,
આજ નિષ્કુળાનંદને નાથ, સાથ ન લીધાંરે. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી