સખી ફાગણ માસે હુલાસ, ઉલાસ અંગેરે, ૫/૧૩

સખી ફાગણ માસે હુલાસ, ઉલાસ અંગેરે,
સખી વાલા શું કરી વિલાસ, રમ્યા નહિ રંગેરે. ૧
સખી ચુવા ચંદન અબીર, કેસર ઘોળીરે,
સખી રસબસ કરી શરીર, રમ્યા નહિ હોળીરે. ર
સખી કોમળ સરખી કાય, ભીડી નહિ બાથેરે,
સખી હોંસ રહી મનમાંયે, પુરિ નહિ નાથેરે. ૩
સખી આજ રમું કોણ સાથ, તે સાભંળજોરે,
કહું નિષ્કુળાનંદના નાથ, વેલેરા વળજોરે. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી