ધન્ય ધન્ય ધન્ય મારા સમૃથ ધણીરે, અઢળક ઢળીયાછો આવાર ૪/૪

ધન્ય ધન્ય ધન્ય મારા સમૃથ ધણીરે, અઢળક ઢળીયાછો આવાર. ધ.
શરણાગત પોતાના સંતનીરે, વાલા મારા વેગે કરોછો વાર. ધ. ૧
દેખી ન સકો દુઃખ દાસ તણુંરે, અણુંરે જેટલું વળી અલબેલ. ધ.
અતિ નાથ થાવોછો ઉતાવળારે, વળી કરતા નથી કાંઇ વેલ. ધ. ર
એહ ભરોરો ભારે મારે ભીતરેરે, ઉંડો અંતરમાં એછે એક. ધ.
અશરણ શર્ણ કાવો કૃપાનિધીરે, તેતો તમે તજો નહિ ટેક. ધ. ૩
રાજી રહુંછું જોઇ રીત રાવલીરે, અંતર અતિ વરતે છે આનંદ. ધ.
નથી ડગ મગ મારા દલમાંરે, નિશ્ચે કહે નિષ્કુળાનંદ. ધ. ૪

મૂળ પદ

અવસરે અલબેલોજી આવશેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી