સાધુ તે સમજ્યા માટે, ખોળીને વસ્તુ ખાટે, ૪/૪

સાધુ તે સમજ્યા માટે, ખોળીને વસ્તુ ખાટે,
રહે નહિ લોકની લાજે, કરે તે આપણું કાજે. ૧
હોયે જે મુમુક્ષુ પકો, રહે નહિ આવર્યો થકો,
વાત તો શોધે સાચી, રહે નહિ જુઠે રાચી. ર
દેશ પરદેશ ગોતે, પરિશ્રમ કરે પોતે,
હથો હાથ્ય મળે હરિ, તારે જાણે વાત ખરી. ૩
વાયદાની વાત ન માને, રીઝે નહિ બારને બાને,
સાચો સાચાને જુવે, ખોટો ખોટામાં ખુવે. ૪
જેની છે પશુ બુદ્ધિ, સમજણ દેહ સુધી,
એમ મત ગઇ મુઝાઇ, રીયો જેમ પશુ બંધાઇ. પ
તાકી તપાસ ન કાઢ્યો, પશુ જેમ દોરી આઢયો,
વિચારી જીવે ન જોયું, નંગ બોર સાટે ખોયું. ૬
વમાસણ વળતી થાશે, લાખેણી લાજ જાશે,
તે માટે સંતને મળો, ભૂલા હવે પાછા વળો. ૭
સાચા સદ‌્ગુરુ મળે, તારે ભવ ફેરો ટળે,
નિષ્કુળાનંદ કહે છે, માનો તો શિખામણ એ છે. ૮

મૂળ પદ

માનો એક શિખ મારી, રાખો રૂદામાં ધારી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી