મરમાળા મૂર્તિ તારી રે, ચિતવતાં ચિત લોભેછે ૨/૪

મરમાળા મૂરતિ તારી રે, ચિતવતાં ચિત લોભેછે,

જોતાં સર્વે અંગ સંભારીરે, એક થકી એક શોભેછે.૧

પાવલીયાં પાવન પેખીરે, આનંદ અમને આવે છે,

ઉરું ઓદર નાભી દેખીરે, સર્વે શોક સમાવેછે. ર

કઉં કેવી કર આંગળીયુંરે, અવલ ઓપે અતિ ઘણી,

જાણયું ચોટ ચોળાની ફળીયુંરે, ઓપે નખ અરુણ મણી. ૩

કંઠ ચિબુક મુખ તમારુરં, ઓપેછે અંતરજામી,

જોઇ મનડું ઠરીયું મારુંરે, નિષ્કુળાનંદ તણા સ્વામિ. ૪

મૂળ પદ

મોહનજી મુખડું તારુરેં, પ્રીતમજી મુજને પ્યારું,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી