શોભીછે સુંદર શામરે, સુંથણલીતો શોભીછે.૧/૪

લગાડી તેં પ્રીતલાલરે, ઢાળ.
શોભીછે સુંદર શામરે, સુંથણલીતો શોભીછે.
એ સુંદર શોભેછે સુંથણી, માંઇ નાડી નવરંગ.
પેરી ઉભાછો પાતળા, શામળા સખા સંગરે.સું. ૧
એ ઘુંટીથી કટી લગી, ઘણો ઘણો શોભેછે ઘેર.
નિરખી એવી નયણે, પ્રેમ વાધેછે બઉ પેરરે.સું. ર
બરોબર્ય બૂટા તણી, ઘણી ઘણી બણી રહિછે જો હારય.
નિષ્કુળાનંદ એવી નિરખી, જાયે વારણે વારમવારરે.સું. ૩

મૂળ પદ

શોભીછે સુંદર શામરે, સુંથણલીતો શોભીછે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી