માન્યું છે મનડું માવરે, મોળીડે તો માન્યું છે. ૪/૪

માન્યું છે મનડું માવરે, મોળીડે તો માન્યું છે.
મોહન તારું મોળીયું, ઝકોળીયું ઝાઝેરે રંગ.
અતિ અત્તરે રસબસતું, એવું શોભી રીયું છે સોરંગરે.મો. ૧
એ છેડા સોનેરીનાં છોગાલાં, મેલ્યાંછે માથે માવ.
તોરા લટકે છે તેહમાં, જોઇ ભલો વધારેછે ભાવરે.મો.ર
એવું મોલીડું જોઇને, અતિ આવે છે આનંદ ઉર.
નિષ્કુળાનંદના નાથજી, સારા શોભો છો ભરપુરરે.મો. ૩

મૂળ પદ

શોભીછે સુંદર શામરે, સુંથણલીતો શોભીછે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી