સંતો સાંભળો સાચી વારતા, નથી લીધો આ ભુખ્યે ભેખરે. ૧/૧

સંતો સાંભળો સાચી વારતા, નથી લીધો આ ભુખ્યે ભેખરે.
જનુનીનો જાયો કઉ છું અવશ હતો હું એકરે.સં. ૧
ગાડું બળદ ગાયને ઘોડી ડોબાં હતાં દશબારરે.
પાંચ મળીને પૂછતાં મુને કરતો હું કારભારરે.સં. ર
અન્ન ધન ધામને ધરણી પરણી હતી ઘેરરે.
છોટાં છોટાં છોકરાં હતાં હતી માતાજીની મેરરે.સં. ૩
ખાવા પીવાનું ખૂબ જડતું વસ્ત્રનો નહિ પારરે.
જોઇયે તેવા જોડા જડતા તકે તકે તૈયારરે.સં. ૪
એટલું મેલી અહીં આવ્યો છું ઉર કરી વિચારરે.
ભૂખે મરતાં ભેખ લીયે છે ગણશો નહિ એની હારરે. પ
જ્ઞાન વૈરાગે ગળે ઝાલ્યો કયાંઇ ન ચોંટ્યું ચિત્તરે.
નિષ્કુળાનંદ કે નહિ કહું તો જોડશે મારું ગીતરે.સં. ૬

મૂળ પદ

સંતો સાંભળો સાચી વારતા, નથી લીધો આ ભુખ્‍યે ભેખરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી