દિઠું દિઠું નર ડા’પણને જ્યારે થઇ રહ્યે દેહ દાસરેં, ૮/૮

દિઠું દિઠું નર ડા'પણને જ્યારે થઇ રહ્યે દેહ દાસરેં,
સુતાં બેઠાં સેવા કરે સહિ સાધુની ઉપહાસરે. દિઠું.૧
શિયો માલ જાણી સુખ માનિયું તેનો તોળી કર્ય તપાસરે,
નખ શિખા એ નર્કે ભર્યું એવું જાણી તજી દે આશરે. દિઠું.ર
સર્વે શૂળનું મુળ માનજે જેમાં વસી કર્યો તેં વાસરે,
બહુ દુઃખ પામ્યો તું દેહથી હવે એહથી થા નિરાશરે. દિઠું. ૩
અંગ રંગ માંહિ રાતો ફરે દેખી દેહ માંહી લોહી માંસરે,
તુંને ભકત ભગવાનનો થાવા નાવે વળી વિશ્વાસરે. દિઠું. ૪
અંગ આ પોતાના અભિમાનમાં ઉપજાવે બીજાને ત્રાસરે,
નિષ્કુળાનંદ નિશ્ચે કહે તું ઉપર્યે રીઝે નહિ અવિનાશરે. દિઠું. પ

મૂળ પદ

મનની વાતું મનમાં રઇ ગઇ રઇરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી