બેઠા બેઠા આવીને અવિનાશ, ૩/૪

બેઠા બેઠા આવીને અવિનાશ,
ઘણેને દાડેરે ઘનશ્યામ ઘરમાં હો. મારા નાથ. ટેક
દીઠા દીઠા કરતા જો હાસ,
લટકે ઝળકે વિંટી કરમાં હો. મારા નાથ, ૧
વાલી વાલી કરે છે જો વાત,
હસીને હેરો છો હરિવર હેતસું હો. મારા નાથ.
ઝાલી ઝાલી હરિવર હાથ,
ભાવેને ભેટો છો હેત સમેતસું હો. મારા નાથ., ર
હસી હસી વદનેથી વેણ,
વાલૈડા વદો છો ઘણું વાલમાં હો. મારા ના.
વસી વસી ગીયા ઉરે સેણ,
ભુધરજી લખાણા મારા ભાલમાં હો, મારા નાથ, ૩
કરૂં કરૂં સર્વે કુરબાણ,
શામળીયા સનેહિ તમ કારણે હો. મારા નાથ.
ખરું ખરું સુખદ સુજાણ,
નિષ્કુળાનંદ તો તમ પર વારણે હો. મારા નાથ. ૪

મૂળ પદ

આવ્‍યા આવ્‍યા અલબેલો વર આજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી