મારા પ્રીતમ પ્રાણ પ્યારા, કેમ રીયા નટવર ન્યારા. મારા.૨/૪

મારા પ્રીતમ પ્રાણ પ્યારા, કેમ રીયા નટવર ન્યારા. મારા. ટેક.

જાણુ સદાયે રેસું સંગે, અહોનિશ અખંડ ઉમંગે,

તે તો ન સર્યા મનોરથ મારા. મારા. ૧

જાણું શામ સલૂણા સંગાથે, કરશું બેસી વાતુ એકાંતે,

એહ વાતના રીયા ઉધારા. મારા. ર

જાણું હળીમળી ભેળા રેશું, સારાં સુંદરવર સુખ લેશું,

તે તો રીયા મનસુબા આવારા, મારા. ૩

સુણો નિષ્કુળાનંદના સ્વામી, પામી દુઃખ રઇ નહિં ખામી,

સાને સુખ સિંધુ થિયા ખારા, મારા. ૪

મૂળ પદ

શામળાને કોયે સંભળાવો, કેમ બાંઘ્‍યો અમથી દાવો, શામળા

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી