નાથ નહિ વિસારો તમે, એવું અંતરે માન્યું છે અમે, ૪/૪

નાથ નહિ વિસારો તમે, એવું અંતરે માન્યું છે અમે, નાથ.

તમે જુવોછો જનના મનની, કેવી ધીરજ છે મારા જનની,

કેવી મતિ રહે છે વસમે. નાથ. ૧

તમે જોઇ રિયાછો જન મેર્યે, તેતો કોરસ સુતની પેર્યે,

મેલી મિટથી દુર ન ભમે. નાથ. ર

ખરી જનને પડે નરો ખમી, જોઇ જનની વેળા વસમી,

ઘાંઘા થાસો ઘણું એહ સમે. નાત. ૩

નિષ્કુળાનંદ તણા આધાર, વેલી વેલી કરશો તમે વાર,

તેનો નિરણે કર્યો છે નિગમે. નાથ. ૪

મૂળ પદ

શામળાને કોયે સંભળાવો, કેમ બાંઘ્‍યો અમથી દાવો, શામળા

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી