પીયુજી પધાર્યા રે આજ મારે ઓરડેરે, ૨/૮

પીયુજી પધાર્યા રે આજ મારે ઓરડેરે, શિયો શિયો સજુ હું શણગાર,

જેણી રીતે રીઝેરે રંગભીનો રસિયોરે,

એવો મારે અંગે ધરું અલંકાર. પિ. ૧

અંગથી ઉતારે રે આજ અણ શોભતાંરે, જેણે કરી લાગે લજામણું દેહ,

જેહને જોઇનેરે અભાવ થાયે અમ તણોરે,

તજું હું તો તન મનથી જો તેહ. પિ. ર

ઓઢણું ઉતારૂરે ભવનું મેલે ભર્યુંરે, જેમાં આવે દુરગંધ દેહનિરે વાસ,

પીયુની પછેડીરે ઓઢું અંગ ઉપરેરે,

જેમાં છે કાંઇ પ્રેમ નિમનો રે પાસ. પિ. ૩

અલંકાર પેરુંરે અંગે ઘણું ઉપતારે, હું તો કાવી ગિરધરની ઘર નાર,

અવર નારીનીરે ઓટ્યે ખોટ્ય અમનેરે,

જેને ઉપર ભુધરવર ભરથાર. પિ. ૪

પીયુજી રાજીયેરે રાજી પિયર સાસરુંરે,

રાજી વળિ સર્વે સયરનોરે સાથ,

તન મન વારુંરે બાઇ તેને ઉપર્યેરે,

રાજી કરૂં નિષ્કુળાનંદનો રે નાથ. પિ. પ

મૂળ પદ

અલ્‍યવ્‍યનો ભીનોરે આવ્‍યા મારી અંકમાંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી