પાતળિયા સંગાત્યેરે બાંધી બાઇ પ્રીતડીરે, ૩/૮

પાતળિયા સંગાત્યેરે બાંધી બાઇ પ્રીતડીરે,

હરિ વર વરી કરી ઘણું હેત,

સરવસ્ય સોપયુંરે સખી મેતો શામનેરે,

તન મન ધન જો શિશ સમેત. પા. ૧

રાજી થઇ રાજેરે આપ્યું સુખ અમનેરે,

તેતો સુખ મુખે કહ્યું કેમ જાયે,

મગન થઇનેરે હાલું હું મલ પતિરે

આજ મારે અંગે આનંદ ન માયે. પા. ર

અંગો અંગ રયુંરે ઓપી મારું એહ થકીરે,

વાલે વળી મળી વાળ્યો મારો વાન,

અવેવ ને ફરારે એણે મારા અંગનારે,

કર્યું મુને કાયેક કોડીલે કાન. પા. ૩

જોબન જાળવ્યુંરે કામ આવ્યું કાનનેરે,

આવ્યો ભલે અબળાનો અવતાર,

પુરુષનું દેહરે બાઇ ઘણું પાપનુંરે,

જેને નહિ પીયુ ઉપર્ય પિયાર. પા. ૪

ધન્ય ધન્ય નારીરે પ્યાસ જેને પીયુ તણીરે,

પીયુ સંગે બાંધ્યા પોતાનારે પ્રાણ,

નિષ્કુળાનંદનારે સ્વામી પીયુ સત્ય છેરે,

નથી કર્યા વિકારી નરના વખાણ. પા. પ

મૂળ પદ

અલ્‍યવ્‍યનો ભીનોરે આવ્‍યા મારી અંકમાંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી