મોહનની માયા લાગી મુને મોહનની માયા, ૧/૮

રાગ-સોરઠ- મુરખો રડી રડી કમાણો એ રાગ

કુંકુમને પગલે એ ઢાળ છે

મોહનની માયા લાગી મુને મોહનની માયા,

સિયાણા થૈ મને સૌ સમઝાવે, દુરમતિ થૈ ડાયા,

કેણ કોયેનું હું કાને ન ધરૂં, કોટ્ય કઇ કાયા, લાગી. ૧

ભલે જન્મ આવ્યો આ ભવમાં, અમે કમાયા,

પ્રેમે કરી હરિ પાતળિયાના, ચરણ કમલ સાયા. લાગી. ર

ભુધર વરને ભેટતાં તનના, તાપ સમાયા,

અલબેલાને આલિંગન લેતાં કોમળ થૈ કાયા. લાગી. ૩

ધન્ય ધન્ય જીભ્યા જસ જેણે, ગોવિંદના ગાયા,

નિષ્કુળાનંદ પ્રેમે કરી પ્રીતમ, રસિલો રીઝાયા. લાગી. ,

મૂળ પદ

મોહનની માયા લાગી મુને મોહનની માયા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી