નહિ કરૂં રે સૈયર, હું તો નહિ કરૂં, ૨/૪

નહિ કરૂં રે સૈયર, હું તો નહિ કરૂં,

સગપણ સંસારી સાથ, હું તો નહિ કરૂં. ટેક.

એ શ્વાન શુકર ને ખર જેવા જે જીવ,

એવા પાપીને નહિ કઇયે જો પિવ. હું.. ૧

એ મનુષ્ય દેહને કરે અમર વખાણ,

તેને કરે કોણ પરની વેચાંણ. હું. ર

એ એવી શિખામણરે મુને કોયે મ દેજો,

મારા હેતુ જો હો તો સમઝી ને લેજો. હું. ૩

એ સગાં સંબંધીરે સહુ મર કરે જોર,

પરાણ્યે આપે તે નહિ ઢાંડો હું ઢોર. હું. ૪

નિષ્કુળાનંદનો નાથ કંથ કરીશ, જેને સંગે ભવ સિંધુ તરીશ. હું. પ

મૂળ પદ

નહિ વરૂં રે સૈયર, હું તો નહિ વરૂ.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી