રામ રસ પીતાંરે રોકે, તેતો જાશે જમને લોકે૪/૪

રામ રસ પીતાંરે રોકે, તેતો જાશે જમને લોકે. ૧

જમની ચોટેરે ચડશે, નિંદક નર નરકમાં પડશે. ર

માથે બહુ પડશેરે માર, તારે વળતો થાશે વિચાર.૩

ઘણા દિન દુઃખડાંરે સેહેશે, વળતી લખ ચોરાસી લેશે. ૪

પશુને પંખીરે થાસે, ભુત પેસાચ્ય થઇ નર્ક ખાસે. પ

નર તન તેનેરે નાપે, નિંદે હરિજનને તે પાપે. ૬

નિંદ્યા એવું જાણીરે કરજો, પાપીયો પરમેશ્વરથી ડરજો. ૭

પાપ ભોગવશોરે પાછું, નિષ્કુળાનંદ કહે તે સાચું. ૮

મૂળ પદ

હરિ ગુણ ગાયેરે ગાજી, લોકની લાજે ન રયે લાજી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી