તે કેમ મુકીયે જો મુખ તમારૂં, જેનું ધરેછે મુનિજન ધ્યાનરે.૨/૧૨

તે કેમ મુકીયે જો મુખ તમારૂં, જેનું ધરેછે મુનિજન ધ્યાનરે.

સર્વે સુખનું સદન વદન વળી, કંદન કોટ્ય અજ્ઞાનરે.ત. ૧

વાલાજીરે સુંદર વદન કમલ દલ લોચન, મોચન મેન મન માનરે.

ચિત્તવતાં ચિત્ત નર હોયેરે પુનિત, પામે તે સુખ નેદાનરે.ત.ર

વાલાજીરે જેહ મુખ જોતાં મહાં સુખ પલાયે,

જાયે કર્મ તે કોટ્ય કોટ્યાનરે.

ત્રિવિધ્ય તાપ તે ટળેરે તનના, વળે અંગોઅંગ વાનરે.ત. ૩

વાલાજીરે જોતાંરે મુખ સુખ કૈયે કેવું, એવું નહિ અમૃત્ય પાનરે.

નિષ્કુળાનંદ નયણ ભરી જોતાં, થયો ગરક ગુલતાનરે.તે. ૪

મૂળ પદ

તમારૂં રે મુખ મેલીરે મારા વાલા, અન્‍ય જે જને બીજું જોયુંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી