વાલાજીરે તમારારે ચરણની રજ પ્રતાપે, પતિત તે પાવન થાયરે, ૭/૧૨

વાલાજીરે તમારારે ચરણની રજ પ્રતાપે, પતિત તે પાવન થાયરે,

કોટ કર્મ વિકર્મ વિરમે, જનમ મરણથી મુકાયેરે.તમા. ૧

વાલાજીરે ગજ ગણિકા અજામેલ આદિ, પતિત જે પ્રસિદ્ધ કેવાયેરે,

અનેક અધમ ઓધારીયા એ રજથી, તે તમ ચરણની પસાયેરે.તમા.ર

વાલાજીરે સેવતાં સુખ પામ્યા બહુ પ્રાણી,

તેની નિગમે તે ગમ્ય ન લેવાયેરે.

દુઃખ હરણ ને સુખ કરણ, એવું ચરણ તમારૂં જો સદાયેરે.તમા. ૩

વાલાજીરે સંસાર સાગર પારજો ઉતારવા, જે કોઇ જન મનમાંયે ચાયેરે,

નિષ્કુળાનંદ સદા પદ પોતે, નર તરવા એ ઉપાયેરે.તમા. ૪

મૂળ પદ

તમારૂં રે મુખ મેલીરે મારા વાલા, અન્‍ય જે જને બીજું જોયુંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી