વાલાજીરે હવે નહિ મુકું હરિ ચરણ તમારાં, ૮/૧૨

વાલાજીરે હવે નહિ મુકું હરિ ચરણ તમારાં,

હું તો રાખીશ રુદીયા જો માંયેરે,

સોળે રે ચિન્હે સહિત અતિ સુંદર, ચિતવિશ ચિતમાં સદાયે રે.હવે. ૧

વાલાજી રે સ્વસ્તિ અષ્ટ કુંણ જવને જો જાંબું, વળી વજ્ર ઘ્વજા જે કેવાયેરે,

અંકુશ ઉધર્વ રેખા ને જો અંબુજ, જોતાં જનમ દુઃખ જાયે રે. હવે.ર

વાલાજી રે મચ્છ ત્રિખુણ કળશને ગાયની ખરિ,

વ્યોમ ધનુષ ને સપ્તિયે શોભાયેરે,

નવ તે ચિન્હ દક્ષણ પદ દિપે, સાતે તે શોભે વામ પાયેરે.હવે. ૩

વાલાજીરે એ રે પદથી અધ ક્ષણ અળગું,

રખે ચિત બીજું કાંયે ચાયેરે,

નિષ્કુળાનંદ મગન થઇ માંગે આપો એ પદની જો સેવાયેરે.હવે. ૪

મૂળ પદ

તમારૂં રે મુખ મેલીરે મારા વાલા, અન્‍ય જે જને બીજું જોયુંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી