શામ શોભાળારે, સહજાનંદ શામ શોભાળા, ૪/૪

શામ શોભાળારે, સહજાનંદ શામ શોભાળા,

મનોહર મોરલીવાળારે, સહજાનંદ શામ શોભાળા,

મિઠડા છો મરમાળારે, સહજાનંદ શામ શોભાળા,

સુંદર જામા જરકસી શિર સોનેરી પાઘ,

ઝીણી પછેડી જોઇને, મારાં માનીયાં મોટાં ભાગ્ય. સહ. ૧

પાયે રૂડી મોજડી, છડી છબીલા હાથ,

લટકાળા લેરખડા, નટવર નાગર નાથ. સહ. ર

બાંયે બાજુબંધ બેરખા, ગલે ઘણેરા હાર,

સુંદર ફૂલ સોયામણાં, અંગે ઓપે છે અપાર. સહ. ૩

નિરખી શોભા નાથની, રાખું રૂદિયા માંયે,

નિષ્કુળાનંદના નાથજી, રાજી થૈને રેજો રાયે. સહ. ૪

મૂળ પદ

શામ સુવાગિરે સહજાનંદ શામ સુવાગિ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી