મનડું ફરેછે મારૂં શામ સંગાથે, શામ સંગાથેરિ, ઘેલી એને ગાથે૩/૪

મનડું ફરેછે મારૂં શામ સંગાથે, શામ સંગાથેરિ, ઘેલી એને ગાથે, મા.

હારિને દોરિ હાલું હું સજની, જાણું મુને લીધી વેચાથે. મારૂં. ૧

સુતાંને બેઠાં સનેહ સાલેછે, નાવે ઘર કામજ હાથે. મારૂં. ર

આરે સંસારીયાં શું સૌસુંરે ત્રોડી, મેણું એનું લીધું મેં માથે. મારૂં. ૩

વાતડીયે મુને વશ કરી લીધી, નિષ્કુળાનંદને નાથે. મારૂં. ૪

મૂળ પદ

મારૂં મન માનયું મા મોહન સંગે, મોહન સંગેરી અતિ ઉછરંગે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી