પિયા તમારાં તનના જે ચિન, સુંદર સોયામણા, ૪/૪

પિયા તમારાં તનના જે ચિન, સુંદર સોયામણા,

પિયા વારમવાર વિચાર, ભાવે લીયું ભામણા. ૧

પિયા અંગોષ્ટે ઉર્ધ રેખ, ઘુટી ઘણું શોભતી,

પિયા પેખી પગ પુનીત, ચિત વ્રતિ લોભતી. ર

પિયા ઉર નાભિ ઉતમ, પેટે વળ પેખીયે,

ઉર ઉપે તમાલ અનુપ, કંઠે તિલ દેખીયે. ૩

પિયા શોભે ભુજ ગજ સુંઢ, આંગલિયું ઉપે ઘણું,

નખ નિરખતાં મારા નાથ, મન લજે મેન તણું. ૪

પિયા ઓપે અધૂરે દિપે દંત, રસનાયે રસ વેણ છે,

પિયા કપોલ નાસા નિરમલ, કમલ દલ નેણ છે. પ

પિયા શોભે ભ્રકુટી ભાલ, નિહાલ નાથ નિરખી,

પિયા વામ કાને તિલ તેહ, અંતરમાં લીયું લખી. ૬

પિયા નખ શિખા શોભા નાથ, અપાર કવિ કહે,

પિયા શેષ સહસ્ત્ર મુખે ગાય, નિગમ ગમ્ય નવ્ય લહે. ૭

પિયા સોયે સગુન તન શામ, મમ કરો ઉર નિવાસને,

પિયા નિષ્કુળાનંદના નાથ, દિજે સુખ દાસને. ૮

મૂળ પદ

કોયેક અમારી અરદાસ, કેજો જઇ કૃષ્‍ણને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી